અંકલેશ્વર પાલિકાએ 3 જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરી.
અંકલેશ્વર પાલિકાએ 3 જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરી.
Published on: 09th June, 2026

અંકલેશ્વર નગરપાલિકાએ ચોમાસા પહેલાં જાહેર સુરક્ષા અર્થે ત્રણ અતિ જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરી દીધી છે, જ્યારે અન્ય ૨૦ જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવી છે. પાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાએ મકાન માલિકોને વહેલી તકે આ જોખમી બાંધકામો ઉતારી લેવા સૂચના આપી છે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં મકાન માલિકો દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નગરપાલિકા તંત્ર દ્વારા નિયમ મુજબ કડક પગલાં ભરીને મકાનો ઉતારી પાડવામાં આવશે. ચોમાસામાં સંભવિત અકસ્માતો રોકવા માટે તંત્ર બાકીના જોખમી મકાનો અંગે પણ સતત કાર્યવાહી કરી રહ્યું છે.