બોમ્બે મેટલ શાળામાં 470 બાળકોને તિથિ ભોજન: દિવંગત દિવાનસિંહની યાદમાં પરિવાર દ્વારા આયોજન.
બોમ્બે મેટલ શાળામાં 470 બાળકોને તિથિ ભોજન: દિવંગત દિવાનસિંહની યાદમાં પરિવાર દ્વારા આયોજન.
Published on: 14th November, 2025

બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના 470 વિદ્યાર્થીઓને 13 નવેમ્બર, 2025ના રોજ તિથિ ભોજન અપાયું. જેમાં બુંદી, પૂરી અને શાક પીરસવામાં આવ્યું. ઝાલા કૃપાલી શૈલેન્દ્ર સિંહ અને તેજસ્વિનીબા શૈલેન્દ્ર સિંહના નાના સ્વર્ગસ્થ દરબાર દિવાનસિંહ ગુલાબસિંહના આકસ્મિક અવસાનની યાદમાં તેમના વાલી નર્મદાબા દિવાનસિંહ દરબારે આ ભોજનની વ્યવસ્થા કરી. બાળકોએ 'ॐ સહનાવવતુ...' પ્રાર્થના કરી, માતા અન્નપૂર્ણાનો આભાર માન્યો અને મૌન પાળ્યું. દાતા પરિવારે બાળકોને ભોજન પીરસ્યું અને આશીર્વાદ આપ્યા. શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો.