દીપડાના ચામડાની હેરાફેરી કરતા 4 ઝડપાયા: વાંસદા વન વિભાગની રેડમાં ચામડું વેચવા-ખરીદવા આવેલા રંગેહાથ ઝડપાયા.
દીપડાના ચામડાની હેરાફેરી કરતા 4 ઝડપાયા: વાંસદા વન વિભાગની રેડમાં ચામડું વેચવા-ખરીદવા આવેલા રંગેહાથ ઝડપાયા.
Published on: 14th November, 2025

નવસારીના વાંસદાના રાણી ફળિયા ગામે વન વિભાગે દીપડાના ચામડાની ગેરકાયદેસર હેરાફેરીમાં કાર્યવાહી કરી. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ૪ આરોપીઓની અટકાયત કરાઈ. બાતમી મળી કે ડાંગના શિવારીમાળથી ચામડું લાવી વાંસદામાં વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટીમે રેડ પાડીને ચામડું વેચવા આવેલા અને ખરીદનારાને પકડ્યા. રાણી ફળિયાના રાજેશ પણીકરના ઘરેથી ચામડું મળ્યું. ડાંગથી જયેશ ગાંવિત અને વડોદરાથી કિરીટ ચૌહાણ, ગિરીશ પરમારની અટકાયત થઇ. વાંસદા વન વિભાગ તપાસ કરી રહ્યું છે કે ચામડું કઈ રીતે મેળવવામાં આવ્યું અને કોણ સંડોવાયેલું છે. વધુ ધરપકડ થવાની શક્યતા છે. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરા દ્વારા માહિતી મળી હતી. FSLના ઓપિનિયન પછી જ ફાઇનલ જણાવી શકાય કે આ ચામડું કેટલા વર્ષ જૂનું હશે.