ગોધરા કેન્દ્રીય વિદ્યાલયમાં 'જનજાતીય ગૌરવ પખવાડા'ની ઉજવણી
ગોધરા કેન્દ્રીય વિદ્યાલયમાં 'જનજાતીય ગૌરવ પખવાડા'ની ઉજવણી
Published on: 14th November, 2025

ગોધરાની PM કેન્દ્રીય વિદ્યાલયમાં ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન 'જનજાતીય ગૌરવ પખવાડા'નું આયોજન થયું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આદિવાસી સમુદાયના મહાનાયકો પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવાનો હતો. જેમાં વોલ પેઇન્ટિંગ, ભાષણ સ્પર્ધા, નિબંધ લેખન, આદિવાસી નૃત્ય અને નુકડ નાટક જેવી ACTIVITIES કરાઈ. આ પ્રવૃત્તિઓ દ્વારા આદિવાસી વારસો અને પરંપરાઓને ઉજાગર કરવામાં આવ્યા.