આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ શરૂ કરાયું.
આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ શરૂ કરાયું.
Published on: 12th November, 2025

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટના પગલે આણંદ અને નડિયાદ શહેર સહિતના સ્થળોએ પોલીસે ચેકિંગ સઘન બનાવ્યું છે. રેલવે, બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ અને રોડ પર વાહનોની તપાસ શરૂ કરાઈ છે. ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લેવાઈ રહી છે. પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ અને વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું છે.