દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસની હોટલો અને ભાડુઆતો પર કાર્યવાહી: 20થી વધુ ગુના નોંધાયા.
દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસની હોટલો અને ભાડુઆતો પર કાર્યવાહી: 20થી વધુ ગુના નોંધાયા.
Published on: 12th November, 2025

દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાતમાં એલર્ટને પગલે અમદાવાદ પોલીસે હોટલો અને ભાડુઆતોના મકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું. ગેરકાયદેસર ભાડે રહેતા અને હોટલ માલિકોએ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો. પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી અને પથીક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનારા હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી. ભાડા કરાર વગર મકાન ભાડે આપનારા માલિકો સામે પણ ફરિયાદ નોંધાઈ, શહેરમાં 20થી વધુ FIR નોંધવામાં આવી.