દિલ્હી બ્લાસ્ટ: દેશને હચમચાવનારી D Gang, 5 ડોક્ટરોએ કાવતરું રચ્યું.
દિલ્હી બ્લાસ્ટ: દેશને હચમચાવનારી D Gang, 5 ડોક્ટરોએ કાવતરું રચ્યું.
Published on: 12th November, 2025

દિલ્હી બ્લાસ્ટમાં ડો.ઉમર, ડો.મુજ્જમિલ, ડોક્ટર શાહીન અને ડો.મોહિઉદ્દીન અને ડો. આદિલની ધરપકડ કરાઈ છે. ડો. આદિલ જમ્મુ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે. તે સહારનપુરની એક હોસ્પિટલમાં વિશેષજ્ઞ તરીકે કામ કરતો હતો. અમદાવાદમાં ગુજરાત એટીએસએ એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલનો માસ્ટરમાઇન્ડ ડો. એહમદ મોહિઉદ્દીન હતો. મોહિઉદ્દીને ચીનમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં પોલીસે લખનૌની ડો. શાહીનને પણ ઝડપી પાડી છે. શાહીન ડો. મુજ્જમિલની નીકટની માનવામાં આવે છે. પોલીસે શાહીનની ગાડીમાંથી હથિયાર પણ જપ્ત કર્યા છે. દિલ્હી વિસ્ફોટનો મુખ્ય આરોપી ડો.ઉમરને ગણવામાં આવે છે જે વિસ્ફોટ વાળી કારમાં સવાર હતો. તે પુલવામાનો રહેવાસી છે. ઉમરે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમડી મેડિસીનનો અભ્યાસ કરેલો હતો.