દિલ્હી Blast: આતંકવાદીઓ સામે કાર્યવાહી, સુરક્ષા એજન્સીઓએ ડો. ઉમરનું ઘર IEDથી ઉડાવ્યું.
દિલ્હી Blast: આતંકવાદીઓ સામે કાર્યવાહી, સુરક્ષા એજન્સીઓએ ડો. ઉમરનું ઘર IEDથી ઉડાવ્યું.
Published on: 14th November, 2025

દિલ્હીના લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ કરનાર આતંકવાદી ડો. ઉમરનું પુલવામા સ્થિત ઘર સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું. વિસ્ફોટ સાથે જોડાયેલી બીજી એક કાર મળી આવી છે. પોલીસે યુનિવર્સિટીમાં પાર્ક કરેલા અન્ય વાહનોની પણ તપાસ કરી હતી. આતંકવાદીઓએ એક એન્ક્રિપ્ટેડ સ્વિસ મેસેજિંગ એપ દ્વારા મિશનનું આયોજન કર્યું હતું. હરિયાણાના નુહમાં દરોડા પાડવામાં આવ્યા અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીઓએ IED પરિવહન માટે ત્રણ કાર ખરીદી હતી.