દિલ્હી બ્લાસ્ટ પછી સુરેન્દ્રનગર રેલ્વે જંક્શન પર ALERT: ચેકિંગ હાથ ધરાયું.
દિલ્હી બ્લાસ્ટ પછી સુરેન્દ્રનગર રેલ્વે જંક્શન પર ALERT: ચેકિંગ હાથ ધરાયું.
Published on: 12th November, 2025

દિલ્હીમાં બ્લાસ્ટ થતા દેશભરમાં એલર્ટ જાહેર કરાયું છે. સતર્કતાના ભાગરૂપે સુરેન્દ્રનગર રેલ્વે જંક્શન પર રેલ્વે પોલીસ, GRP, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વેઇટિંગ રૂમ સહિતની જગ્યાઓ પર પણ ચેકિંગ કરાયું. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે.