Reciprocal Tariff: 1 ઓગષ્ટ સુધી ટેરિફનું ટેન્શન નહી.. અમેરિકાએ તમામ દેશોને આપી રાહત
Published on: 08th July, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફને લઇને દેશોને રાહત આપી છે. ટેરિફ વધારવાની છેલ્લી તારીખ 9 જુલાઇથી વધારીને 1 ઓગસ્ટ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પ એક કાર્યકારી આદેશ પર સાઇન કરશે. અગાઉ, ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી ત્યારે 90 દિવસની છૂટ આપી હતી. જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, કઝાકિસ્તાન અને ટ્યુનિશિયાથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ઇન્ડોનેશિયા પર 32 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફ લાગશે. એશિયન ક્ષેત્રની બહાર દક્ષિણ આફ્રિકન અને બોસ્નિયન માલ પર 30 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલની શક્યતા દર્શાવી.