Gandhinagar News: સરકારી નર્સિંગ-મેડીકલ કોલેજમાં 'પોસ્ટ બેઝિક ડિપ્લોમા' કોર્ષ શરૂ
Gandhinagar News: સરકારી નર્સિંગ-મેડીકલ કોલેજમાં 'પોસ્ટ બેઝિક ડિપ્લોમા' કોર્ષ શરૂ
Published on: 13th November, 2025

રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે નર્સિંગનો એક વર્ષનો વિશેષ કોર્ષ શરૂ થયો છે. જેમાં આઠ રેસીડેન્સીયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્ષનો સમાવેશ થાય છે. આ કોર્ષ સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તામાં વધારો કરશે. આ કોર્ષમાં થીયરી કરતાં પ્રેક્ટીકલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ૨૧ નવેમ્બર ૨૦૨૫ સુધી અરજી કરી શકાશે. આ કોર્ષ સ્ટાફ નર્સને ચોક્કસ તબીબી શાખાઓમાં ઊંડી સમજ આપશે.