વર્લ્ડ ન્યૂઝ: મની લોન્ડરિંગ, 100 મિલિયન ડોલરની લાંચ અને યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કી મોટી મુશ્કેલીમાં ફસાયા.
વર્લ્ડ ન્યૂઝ: મની લોન્ડરિંગ, 100 મિલિયન ડોલરની લાંચ અને યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કી મોટી મુશ્કેલીમાં ફસાયા.
Published on: 14th November, 2025

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં યુક્રેનને વધુ નુકસાન થયું છે. ઝેલેન્સ્કી મદદ માંગી રહ્યા છે અને હવે તેમના પર 100 મિલિયન ડોલરની લાંચ અને મની લોન્ડરિંગનો આરોપ છે. આ આરોપ સીધો તેમના પર નથી, પરંતુ તેમના સહયોગી અને ક્વાર્ટલ 95ના સહ-માલિક પર છે. તૈમુર મિન્ડિચ પર લાંચ અને મની લોન્ડરિંગના આરોપ છે, અને તેઓ યુક્રેન છોડી ચૂક્યા છે. જનતાના દબાણથી ઝેલેન્સ્કીએ સહયોગી પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું.