સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર: પોલિએસ્ટર યાર્ન પરથી QCO દૂર થતાં ફાયદો થશે અને રોકાણ વધશે.
સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર: પોલિએસ્ટર યાર્ન પરથી QCO દૂર થતાં ફાયદો થશે અને રોકાણ વધશે.
Published on: 14th November, 2025

સરકારે પોલિએસ્ટર યાર્ન પરથી QCO હટાવતા સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. ચેમ્બરની 60 રજૂઆતો બાદ સરકારે 2 વર્ષે આ નિર્ણય લીધો છે, જેનાથી યાર્ન 10-35% સસ્તું થશે. પરિણામે વીવિંગ ઇન્ડસ્ટ્રીમાં આગામી 5 વર્ષમાં 45 હજાર કરોડનું રોકાણ થશે. સ્પેશિયલ લાઈફ સ્ટાઈલ ફેબ્રિક્સનું ઉત્પાદન વધશે અને એક્સપોર્ટ લેવલનાં કાપડ-ગાર્મેન્ટનું ઉત્પાદન થતાં એક્સપોર્ટ પણ વધશે. જેના કારણે સુરત ગાર્મેન્ટ હબ બનશે.