મેલ્ટિંગ સ્ક્રેપ બજાર નબળી: વધતો ડોલર અને ઘટતી કિંમતથી શિપ રીસાયકલિંગને શિયાળે પરસેવો.
મેલ્ટિંગ સ્ક્રેપ બજાર નબળી: વધતો ડોલર અને ઘટતી કિંમતથી શિપ રીસાયકલિંગને શિયાળે પરસેવો.
Published on: 14th November, 2025

ડોલર સામે રૂપિયો ઘટતો અને મેલ્ટિંગ સ્ક્રેપ બજાર નબળી પડતા અલંગના શિપ રીસાયકલિંગ ઉદ્યોગને અસર થઈ રહી છે. ડોલરનું મુલ્ય વધતા અને સ્ક્રેપની કિંમત ઘટતા પડતર કિંમત પણ નથી મળતી. સરકારી પ્રોજેક્ટ ઓછા થતા મેલ્ટિંગ સ્ક્રેપનો વપરાશ ઘટ્યો છે. જહાજ ખરીદવા ડોલરમાં ચુકવણી કરવી પડે છે, પણ ડોલરના ભાવ અનિયંત્રિત હોવાથી આવક-જાવક સમતોલ રહેતી નથી.