સોનું સ્થિર, અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક.
સોનું સ્થિર, અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક.
Published on: 13th November, 2025

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં શટડાઉન સમાપ્ત કરવા બાબત મતદાન પહેલાં વૈશ્વિક સોનામાં સ્થિરતા જોવા મળી, જ્યારે ચાંદી મક્કમ રહી. શટડાઉન ખૂલી જશે તો આર્થિક ડેટા જાણી શકાશે અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત બાબતે ચિત્ર સ્પષ્ટ થશે. JP Morgan દ્વારા સોનાના ભાવ 2026 સુધીમાં 5000 ડોલર થવાની ધારણા છે. કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી નીકળવાની ધારણાં છે.