'અબકી બાર મોદી સરકાર' સૂત્રના સર્જક પીયૂષ પાંડેનું નિધન, ‘હમારા બજાજ’ જાહેરાતોથી તેઓ થયા હતા જાણીતા.
'અબકી બાર મોદી સરકાર' સૂત્રના સર્જક પીયૂષ પાંડેનું નિધન, ‘હમારા બજાજ’ જાહેરાતોથી તેઓ થયા હતા જાણીતા.
Published on: 24th October, 2025

એડ ગુરુ પીયૂષ પાંડેનું 70 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. તેઓ 'અબકી બાર મોદી સરકાર' સૂત્ર અને "મિલે સુર મેરા તુમ્હારા" ગીતના સર્જક હતા. સુહેલ સેઠે X પર પોસ્ટ દ્વારા તેમના મૃત્યુની જાહેરાત કરી. તેમના મૃત્યુનું કારણ અજ્ઞાત છે, પરંતુ તેઓ ગંભીર ચેપથી પીડાતા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં થશે. તેઓ ક્રિકેટ પણ રમતા હતા.